• Shuffle
    Toggle On
    Toggle Off
  • Alphabetize
    Toggle On
    Toggle Off
  • Front First
    Toggle On
    Toggle Off
  • Both Sides
    Toggle On
    Toggle Off
  • Read
    Toggle On
    Toggle Off
Reading...
Front

Card Range To Study

through

image

Play button

image

Play button

image

Progress

1/30

Click to flip

Use LEFT and RIGHT arrow keys to navigate between flashcards;

Use UP and DOWN arrow keys to flip the card;

H to show hint;

A reads text to speech;

30 Cards in this Set

  • Front
  • Back
અમને તો એક જન્મ...
અમને તો એક જન્મ–મરણનો રોગ ટાળતાં આવડે છે, બીજું આવડતું નથી.
દિવ્યભાવ ને મનુષ્યભાવ એક ...
દિવ્યભાવ ને મનુષ્યભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે.
ગામ ચાડિયામાં વાત ...
ગામ ચાડિયામાં વાત કરી જે, ‘ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું.
ઝેરના લાડવા ખાતાં ...
ઝેરના લાડવા ખાતાં સારા લાગે પણ ઘડીક પછી ગળું ઝલાય, તેમ આ વે’વાર છે.
કોટિ કલ્પે ભગવાનનું ...
કોટિ કલ્પે ભગવાનનું ધામ ન મળે, તે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે છે.
આ લોકની સર્વ ક્રિયા ...
આ લોકની સર્વ ક્રિયા તે છોકરાંની રમત જેવી સમજવી, પણ તેમાં માલ માનવો નહિ, એમ નિરંતર જોયા કરવું.
વિષયનું જે સુખ છે તે...
વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે ને તે કરતાં ભગવાનનું સુખ એ તો ચિંતામણિ છે.
ભગવાન મળ્યા ...
ભગવાન મળ્યા પછી કરવાનું એ છે જે, જાણપણારૂપ દરવાજે રહેવું તથા સંગ ઓળખવો તથા હઠ, માન ને ઈર્ષ્યા ન રાખવી.
જીવ તો બહુ બળિયો છે....
જીવ તો બહુ બળિયો છે. તે સાવજના દેહમાં આવે ત્યારે કેવું બળ હોય ? એનો એ જીવ જ્યારે બકરાના દેહમાં આવે ત્યારે ગરીબ થઈ જાય છે.
વ્યવહાર માર્ગ તો કાંઈ ...
વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ જ નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવું, એ જ કઠણ છે ને કરવાનું પણ એ જ છે.
ભગવાન અને મોટા સાધુને...
ભગવાન અને મોટા સાધુને આશરે કરીને તો વાદળ જેવાં દુઃખ આવવાનાં હોય તે પણ ટળી જાય ને સાધન કરીને તો કૂટી કૂટીને મરી જાય તોપણ ન ટળે.
મોટાને વિષે મનુષ્યભાવ ...
મોટાને વિષે મનુષ્યભાવ નથી રહ્યો તેનો કેમ તપાસ કરવો ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, ‘એની કોઈ ક્રિયામાં દોષ ન આવે એ જ દિવ્યભાવ છે.’
અમદાવાદની લંઘીએ ...
અમદાવાદની લંઘીએ બધા શહેરનો ઇજારો રાખ્યો. તે કૂટી કૂટીને ખાવા પણ નવરી ન થઈ ને ભૂખી ને ભૂખી મરી ગઈ. તેમ આપણે બધાનો ઇજારો રાખવો નહીં.
ભગવાનના અવતાર તો અસંખ્ય ...
ભગવાનના અવતાર તો અસંખ્ય છે. પણ આ સમે મહારાજ પ્રગટ થયા તે ભેળા હજાર ભગવાનના અવતાર થયા ને પોતે એક માંહી અવતારી થયા, એમ ચોખ્ખું સમજવું.
કલ્યાણનો ખપ કેવો ...
કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ જે, ઓગણોતેરા કાળમાં ભીમનાથમાં રાંકાં માગવા આવતાં ને કરગરતાં ને તેને ધક્કા મારે પણ જાય નહિ, એવો ખપ રાખવો.
જો માર માર ...
જો માર માર કરતો કોઈ આવતો હોય તો એમ સમજવું જે, ‘મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઈનું હલાવ્યું પાનડું પણ હલતું નથી.’
પૃથ્વીનું રાજ્ય કરે ને...
પૃથ્વીનું રાજ્ય કરે ને ન બંધાય, જો જ્ઞાન થાય તો. ને તે વિના તો વનમાં જઈને રહે તો ત્યાં પણ ભરતજીની પેઠે બંધાય. માટે જ્ઞાન શ્રેષ્ઠ છે.
સોમલખારનું દૃષ્ટાંત...
સોમલખારનું દૃષ્ટાંત જે, ગમે એવો હેતુ હોય ને તે કહેશે જે, બે પૈસાભાર ખાઓ, તોપણ તે મનાય નહિ, તેમ વિષયનું રૂપ છે એવું જણાય, તો ભોગવાય નહિ.
આવા સાધુને મનમાં સંભારીએ ...
આવા સાધુને મનમાં સંભારીએ તો મનનાં પાપ બળી જાય ને વાતું સાંભળીએ તો કાનનાં પાપ બળી જાય ને દર્શન કરીએ તો આંખનાં પાપ બળી જાય, એમ મહિમા જાણવો.
આ તો અનંત ભગવાનના ભગવાન છે, ...
આ તો અનંત ભગવાનના ભગવાન છે, એટલું જ કહીએ છીએ. એથી આઘું કેટલુંક કહીએ ? તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કૂબામાં જેમ હાથી બાંધે છે તેમ છે.
જેવો બીજાને સમજાવવાનો ...
જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, એવો પોતાને સમજવાનો હોય; અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે, તેવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ કસર રહે જ નહિ.
આખી પૃથ્વીમાં એક ...
આખી પૃથ્વીમાં એક માણસ મરે તેનો કાંઈ ખરખરો થાય છે ? તેમ અક્ષરની દૃષ્ટિને જે પામે છે તેને આખા બ્રહ્માંડનો પ્રલય થાય તોપણ થડકો ન થાય, એવી પણ એક સમજણ છે.
આ તો બહુ મોટો લાભ થયો છે...
આ તો બહુ મોટો લાભ થયો છે પણ ઊંઘમાં જાય છે, તે શું જે, વિષયમાં સુષુપ્તિ નિરંતર વર્તે છે. ને આ દર્શન તો પંચમહાપાપને બાળી મૂકે એવું છે પણ મહિમા જણાતો નથી.
ભગવાન અક્ષરધામમાં છે તેવા...
ભગવાન અક્ષરધામમાં છે તેવા ને તેવા જ આવ્યા છે, તેમાં બાળ, જોબન ને વૃદ્ધપણું એવા મનુષ્યભાવ નથી ને તિરોધાન નથી, ને મનુષ્યભાવ દેખાય છે તે નટની માયાની પેઠે છે.
પ્રેમીનું હેત તો ટાંકાના ...
પ્રેમીનું હેત તો ટાંકાના પાણી જેવું છે અને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવું છે; ને પ્રેમીનું તો ભગવાન તથા સાધુને રાખવું પડે, પણ જ્ઞાનીનું રાખવું પડે નહિ.
બ્રાહ્મણનો દીકરો ...
બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કહેવાય, વાણિયાનો દીકરો વાણિયો કહેવાય તેમ આપણે પુરુષોત્તમની ઉપાસનાનો દેહ બંધાણો તે અક્ષરરૂપ થયા છીએ માટે પોતાનું સ્વરૂપ અક્ષર માનવું.
પોતાને જીવરૂપ માને ...
પોતાને જીવરૂપ માને તેમાં તો દોષ રહ્યા છે ને અક્ષરરૂપ માને તો તેમાં દોષ જ નહીં. ને અક્ષરમાં જાવું છે એમ રહે છે, પણ અક્ષર પોતાને માને ત્યારે જાવાનું ક્યાં રહ્યું ?
આપણો જન્મ બે વાત...
આપણો જન્મ બે વાત સાધવા સારુ થયો છે, તેમાં એક અક્ષરરૂપ થાવું, એમાં દેહ અંતરાયરૂપ છે; ને બીજું ભગવાનમાં જોડાવું, તેમાં સંગ અનેક પ્રકારના અંતરાયરૂપ છે. એ બે ખોટ ટાળવી.
ત્રણ જણ સુખિયા : ...
ત્રણ જણ સુખિયા : એક તો મોટા સાધુ કહે તેમ કરે તે, તથા મનનું કહ્યું ન માને તે જ્ઞાની, તથા કાંઈ જોઈએ નહીં તે, આશા હિ પરમં દુઃખં નૈરાશ્યં પરમં સુખમ્ – એ ત્રણ સુખિયા છે.
ધ્યાની, પ્રેમી એ...
ધ્યાની, પ્રેમી એ સર્વથી જ્ઞાની શ્રેષ્ઠ, પ્રેમી કેટલાક જાતા રહ્યા, ત્યાગી જાતા રહ્યા, ધ્યાની જાતા રહ્યા, એવા કેટલાંક અંગવાળા જાતા રહ્યા ને જેણે મોટા સાધુ સાથે જીવ બાંધેલા તે ટક્યા.