• Shuffle
    Toggle On
    Toggle Off
  • Alphabetize
    Toggle On
    Toggle Off
  • Front First
    Toggle On
    Toggle Off
  • Both Sides
    Toggle On
    Toggle Off
  • Read
    Toggle On
    Toggle Off
Reading...
Front

Card Range To Study

through

image

Play button

image

Play button

image

Progress

1/12

Click to flip

Use LEFT and RIGHT arrow keys to navigate between flashcards;

Use UP and DOWN arrow keys to flip the card;

H to show hint;

A reads text to speech;

12 Cards in this Set

  • Front
  • Back

ગઢડા પ્રથમ પ્રકરણ 71 :


ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે



પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,…

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં.”

લોયા પ્રકરણ 12 :


છ પ્રકારના નિશ્ચયનું, સવિકલ્પ-નિર્વિકલ્પ નિશ્ચયનું



“અષ્ટાવરણે યુક્ત એવાં જે…

“અષ્ટાવરણે યુક્ત એવાં જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે, એવું જે ?પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ.”

ગઢડા અંત્ય પ્રકરણ 10 :


વૃંદાવન અને કાશીનું



એવી રીતનાં જે શ્રીજીમહારાજનાં…

એવી રીતનાં જે શ્રીજીમહારાજનાં વચન તેને સાંભળીને તે બ્રાહ્મણ એમ બોલ્યો જે, “હે મહારાજ ! તમે તો સર્વ આચાર્યના આચાર્ય છો ને ઈશ્વરના ઈશ્વર છો.’ માટે મને તમારો સિદ્ધાંત હોય તે કૃપા કરીને કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વેદ, પુરાણ, ઇતિહાસ ને સ્મૃતિઓ એ સર્વ શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે, જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરમેશ્વર એ સર્વે અનાદિ છે.”

કારિયાણી પ્રકરણ 10 :


નાડી જોયાનું, તપનું



જીવનું કલ્યાણ તો આટલી…

જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે, ‘પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે, પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી.’ એવી રીતે ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે.

ગઢડા પ્રથમ પ્રકરણ 58 :


દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કારનું; મોટાને જાણે તેવો થાય



“તે એવો પાકો હરિભક્ત…

“તે એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે, ‘એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું,’ એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે. અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે.”

ગઢડા અંત્ય પ્રકરણ 12 :


કરામતનું



પછી શ્રીજીમહારાજ પોતાના ભક્તજનને…

પછી શ્રીજીમહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવા જે, “જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં જે, ‘હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું કે હું ધનાઢ્ય છું કે હું રૂપવાન છું કે હું પંડિત છું.’ એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનુદાસ થઈ રહેવું.”

ગઢડા અંત્ય પ્રકરણ 21 :


સોનાના દોરાનું, ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું



“જેમ સોનાનો દોરો કર્યો…

“જેમ સોનાનો દોરો કર્યો હોય તે છયે ૠતુમાં સરખો રહે પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહીં, તેમ જેનો દૃઢ સત્સંગ હોય તેને ગમે તેવાં દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હઠે નહીં. એવા જે દૃઢ સત્સંગી વૈષ્ણવ છે, તે જ અમારે તો સગા-વહાલા છે ને તે જ અમારી નાત છે ને આ દેહે કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે.”

ગઢડા પ્રથમ પ્રકરણ 37 :


દેશવાસનાનું, અગિયાર પદવીનું



“એવી નિષ્ઠાવાળો જે સંત…

“એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ, અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ, અને તેનાં દર્શનને પણ ઇચ્છીએ છીએ. જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનનાં દર્શન તુલ્ય છે, અને એનાં દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.”

ગઢડા મધ્ય પ્રકરણ 22 :


બે સેનાનું, નરનારાયણ પધરાવ્યાનું



“અને એ જ્યારે એ…

“અને એ જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય ને તેની રાણી હોય, તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે; તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે.”

વરતાલ પ્રકરણ 10 :


જીવનું કલ્યાણ થાય, તેનું



“માટે જેને પોતાનું કલ્યાણ…

“માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તે તે લક્ષણે કરી તે ભગવાનને ઓળખીને તે ભગવાનને શરણે થવું અને તેનો દૃઢ વિશ્વાસ રાખવો ને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી, એ જ કલ્યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે પૃથ્વીને વિષે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે.”

ગઢડા મધ્ય પ્રકરણ 41 :


માનરૂપી હાડકાનું



પછી શ્રીજીમહારાજ કૃપા કરીને…

પછી શ્રીજીમહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતાં થકા બોલ્યા જે, “જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા-ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારુ ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જે, જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે; પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં.”

ગઢડા મધ્ય પ્રકરણ 63 :


બળ પામવાનું



“અને એથી પણ બળ…

“અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે, ભગવાન ને ભગવાનના જે સંત તેને વિષે જેને પ્રીતિ હોય, ને તેની સેવાને વિષે અતિશય શ્રદ્ધા હોય, ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય, તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી.”