• Shuffle
    Toggle On
    Toggle Off
  • Alphabetize
    Toggle On
    Toggle Off
  • Front First
    Toggle On
    Toggle Off
  • Both Sides
    Toggle On
    Toggle Off
  • Read
    Toggle On
    Toggle Off
Reading...
Front

Card Range To Study

through

image

Play button

image

Play button

image

Progress

1/124

Click to flip

Use LEFT and RIGHT arrow keys to navigate between flashcards;

Use UP and DOWN arrow keys to flip the card;

H to show hint;

A reads text to speech;

124 Cards in this Set

  • Front
  • Back
આપણે ભગવાનના ...
આપણે ભગવાનના છીએ પણ માયાના નથી એમ માનવું.
લાડવા જમવા...
લાડવા જમવા ને પતરાવળું જે દેહ તે નાખી દેવું.
વચનામૃત કરતાં...
વચનામૃત કરતાં બીજામાં માલ મનાય છે એ મોહ જાણવો.
આપણે તો અક્ષર...
આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખવો.
અમને તો એક જન્મ...
અમને તો એક જન્મ–મરણનો રોગ ટાળતાં આવડે છે, બીજું આવડતું નથી.
દિવ્યભાવ ને મનુષ્યભાવ એક ...
દિવ્યભાવ ને મનુષ્યભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે.
ગામ ચાડિયામાં વાત ...
ગામ ચાડિયામાં વાત કરી જે, ‘ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું.
ખરેખરા ભગવદી...
ખરેખરા ભગવદી હોય તેને ગુણ ન વ્યાપે; એ તો દરવાજે રહીને જોયા કરે છે.
ઝેરના લાડવા ખાતાં ...
ઝેરના લાડવા ખાતાં સારા લાગે પણ ઘડીક પછી ગળું ઝલાય, તેમ આ વે’વાર છે.
ખરેખરો જીવ સોંપીને ...
ખરેખરો જીવ સોંપીને તેનો થઈ રહે તો સિંહનો માલ શિયાળિયાં ખાઈ શકે નહીં.
કોટિ કલ્પે ભગવાનનું ...
કોટિ કલ્પે ભગવાનનું ધામ ન મળે, તે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે છે.
કેટલાકને મન ...
કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે. આ વાત નિત્યે વિચારવા જેવી છે.
વિષયને માર્ગે ...
વિષયને માર્ગે આંધળા થાવું, બહેરા થાવું, લૂલા થાવું એમ થાવું, પણ આસક્ત ન થાવું.
ભગવાનના ભક્ત થયા છે ...
ભગવાનના ભક્ત થયા છે ને પંચવર્તમાન પાળે છે તે તો પ્રકૃતિપુરુષથી પર જઈને બેઠા છે.
જેટલું કાંઈ માયામય...
જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહિ, એ વાત પણ એક જાણી રાખવી.
વિષયનો સંબંધ થયા...
વિષયનો સંબંધ થયા મોર્ય તો બકરાની પેઠે બીવું ને સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થાવું.
ગાફલાઈ ટાળવાનું ...
ગાફલાઈ ટાળવાનું કારણ એ છે જે, ખટકો રાખે તો ટળે ને બીજો ઉપાય તો કોઈક શિક્ષા કરે ત્યારે ટળે.
માન–અપમાનમાં પોતાને ...
માન–અપમાનમાં પોતાને અક્ષર માનવું જે, ‘આપણાથી કોઈ મોટો નથી, માટે કેની પાસે માન–અપમાન માનવું?
આ લોકની સર્વ ક્રિયા ...
આ લોકની સર્વ ક્રિયા તે છોકરાંની રમત જેવી સમજવી, પણ તેમાં માલ માનવો નહિ, એમ નિરંતર જોયા કરવું.
વિષયનું જે સુખ છે તે...
વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે ને તે કરતાં ભગવાનનું સુખ એ તો ચિંતામણિ છે.
સેવા તો પોતાની...
સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી, પણ અસેવા તો ન જ કરવી. તે અસેવા તે શું જે, અવગુણ લેવો.
આપણે જાણીએ છીએ જે...
આપણે જાણીએ છીએ જે, આપણને ભગવાનમાં હેત છે પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને ને સાધુને ઝાઝું હેત છે.
નિરંતર સર્વ ક્રિયામાં...
નિરંતર સર્વ ક્રિયામાં પાછું વાળીને જોવું જે, મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું? એમ જોયા કરવું.
ભગવાન મળ્યા ...
ભગવાન મળ્યા પછી કરવાનું એ છે જે, જાણપણારૂપ દરવાજે રહેવું તથા સંગ ઓળખવો તથા હઠ, માન ને ઈર્ષ્યા ન રાખવી.
કરોડ કામ બગાડીને ...
કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો ને કદાપિ કરોડ કામ સુધાર્યાં ને એક મોક્ષ બગાડ્યો તો તેમાં શું કર્યું ?
આ વાતું તો જાદુ...
આ વાતું તો જાદુ છે તે સાંભળે તો ગાંડો થાય. તે ગાંડો તે શું જે, જગત ખોટું થઈ જાય, પછી તેને ડાહ્યો કોણ કહે ?
રાજાના કુંવરને ...
રાજાના કુંવરને ઢેઢથી મરાય નહિ, તેમ ભગવાનના ભક્તને માથે કાળ, કર્મ, માયા આદિક કોઈનો ભાર નહિ જે તેને પીડી શકે.
નિરંતર પોતે ...
નિરંતર પોતે પોતાનો તપાસ કરવો ને પાછું વળીને જોવું જે, આ કરવાનું છે ને હું શું કરવાને આવ્યો છું ને શું થાય છે?
સો કરોડ રૂપિયા હોય ને...
સો કરોડ રૂપિયા હોય ને એક દોકડો ખોવાઈ જાય તો તે ગણતીમાં નહિ. તેમ ભગવાનનો મહિમા સમજાય તેને કોઈ વાતની ગણતી ન રહે.
રુચિવાળા પાંચ ભેગા ...
રુચિવાળા પાંચ ભેગા હોય કે બે ભેગા હોય, તોપણ લાખ– કરોડ ભેગા છીએ, ને તે વિના તો ગમે તેટલા ભેગા હોય તોપણ એકલા છીએ.
મુમુક્ષુને તો નિરંતર...
મુમુક્ષુને તો નિરંતર હોંકારા કરનારા જોઈએ. તે હોય તો પ્રભુ ભજાય, નીકર તો જેમ વાડામાંથી વાઘ બકરું ઉપાડી જાય એમ થાય.
ભગવાનની કથા તો ...
ભગવાનની કથા તો કેવી છે જે, ચોકિયાત આવીને કહે જે, જાગો ! જાગો ! પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય, તેમ કથા તો એવી છે.
જીવ તો બહુ બળિયો છે....
જીવ તો બહુ બળિયો છે. તે સાવજના દેહમાં આવે ત્યારે કેવું બળ હોય ? એનો એ જીવ જ્યારે બકરાના દેહમાં આવે ત્યારે ગરીબ થઈ જાય છે.
વ્યવહાર માર્ગ તો કાંઈ ...
વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ જ નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવું, એ જ કઠણ છે ને કરવાનું પણ એ જ છે.
જ્યાંથી અચાનક ...
જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે ને જ્યાંથી કોટિ કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહિ ! એ જ અજ્ઞાન છે.
નવધા ભક્તિ આદિક ...
નવધા ભક્તિ આદિક સાધને કરીને જીવ શુદ્ધ તો થાય છે, પણ વાતે કરીને જેવો શુદ્ધ થાય એવો થતો નથી. માટે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી.
ભગવાન અને મોટા સાધુને...
ભગવાન અને મોટા સાધુને આશરે કરીને તો વાદળ જેવાં દુઃખ આવવાનાં હોય તે પણ ટળી જાય ને સાધન કરીને તો કૂટી કૂટીને મરી જાય તોપણ ન ટળે.
મોટાને વિષે મનુષ્યભાવ ...
મોટાને વિષે મનુષ્યભાવ નથી રહ્યો તેનો કેમ તપાસ કરવો ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, ‘એની કોઈ ક્રિયામાં દોષ ન આવે એ જ દિવ્યભાવ છે.’
અમદાવાદની લંઘીએ ...
અમદાવાદની લંઘીએ બધા શહેરનો ઇજારો રાખ્યો. તે કૂટી કૂટીને ખાવા પણ નવરી ન થઈ ને ભૂખી ને ભૂખી મરી ગઈ. તેમ આપણે બધાનો ઇજારો રાખવો નહીં.
ભગવાનના અવતાર તો અસંખ્ય ...
ભગવાનના અવતાર તો અસંખ્ય છે. પણ આ સમે મહારાજ પ્રગટ થયા તે ભેળા હજાર ભગવાનના અવતાર થયા ને પોતે એક માંહી અવતારી થયા, એમ ચોખ્ખું સમજવું.
કલ્યાણનો ખપ કેવો ...
કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ જે, ઓગણોતેરા કાળમાં ભીમનાથમાં રાંકાં માગવા આવતાં ને કરગરતાં ને તેને ધક્કા મારે પણ જાય નહિ, એવો ખપ રાખવો.
જો માર માર ...
જો માર માર કરતો કોઈ આવતો હોય તો એમ સમજવું જે, ‘મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઈનું હલાવ્યું પાનડું પણ હલતું નથી.’
પૃથ્વીનું રાજ્ય કરે ને...
પૃથ્વીનું રાજ્ય કરે ને ન બંધાય, જો જ્ઞાન થાય તો. ને તે વિના તો વનમાં જઈને રહે તો ત્યાં પણ ભરતજીની પેઠે બંધાય. માટે જ્ઞાન શ્રેષ્ઠ છે.
સોમલખારનું દૃષ્ટાંત...
સોમલખારનું દૃષ્ટાંત જે, ગમે એવો હેતુ હોય ને તે કહેશે જે, બે પૈસાભાર ખાઓ, તોપણ તે મનાય નહિ, તેમ વિષયનું રૂપ છે એવું જણાય, તો ભોગવાય નહિ.
કોટિ તપ કરીને, ...
કોટિ તપ કરીને, કોટિ જપ કરીને, કોટિ વ્રત કરીને, કોટિ દાન કરીને ને કોટિ યજ્ઞ કરીને પણ જે ભગવાનને ને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે.
આવા સાધુને મનમાં સંભારીએ ...
આવા સાધુને મનમાં સંભારીએ તો મનનાં પાપ બળી જાય ને વાતું સાંભળીએ તો કાનનાં પાપ બળી જાય ને દર્શન કરીએ તો આંખનાં પાપ બળી જાય, એમ મહિમા જાણવો.
આ તો અનંત ભગવાનના ભગવાન છે, ...
આ તો અનંત ભગવાનના ભગવાન છે, એટલું જ કહીએ છીએ. એથી આઘું કેટલુંક કહીએ ? તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કૂબામાં જેમ હાથી બાંધે છે તેમ છે.
કોઈ કૂવે પડવા જાતો...
કોઈ કૂવે પડવા જાતો હોય તેને આડાં હજારો માણસ ફરે તો પડવા દે નહિ, તેમ સત્પુરુષ ને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષયમાર્ગથી રક્ષા કરે.
જેવો બીજાને સમજાવવાનો ...
જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, એવો પોતાને સમજવાનો હોય; અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે, તેવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ કસર રહે જ નહિ.
આખી પૃથ્વીમાં એક ...
આખી પૃથ્વીમાં એક માણસ મરે તેનો કાંઈ ખરખરો થાય છે ? તેમ અક્ષરની દૃષ્ટિને જે પામે છે તેને આખા બ્રહ્માંડનો પ્રલય થાય તોપણ થડકો ન થાય, એવી પણ એક સમજણ છે.
આ તો બહુ મોટો લાભ થયો છે...
આ તો બહુ મોટો લાભ થયો છે પણ ઊંઘમાં જાય છે, તે શું જે, વિષયમાં સુષુપ્તિ નિરંતર વર્તે છે. ને આ દર્શન તો પંચમહાપાપને બાળી મૂકે એવું છે પણ મહિમા જણાતો નથી.
વાછડાને દૂધનો સ્વાદ...
વાછડાને દૂધનો સ્વાદ છે અને ઈંતડીને લોહીનો સ્વાદ છે, તેમ ખાવા–પીવાનું સુખ ને માન–મોટાઈનું સુખ તે લોહી જેવું છે ને નિજાત્માનં બ્રહ્મરૂપં એ સુખ દૂધ જેવું છે.
ભગવાન અક્ષરધામમાં છે તેવા...
ભગવાન અક્ષરધામમાં છે તેવા ને તેવા જ આવ્યા છે, તેમાં બાળ, જોબન ને વૃદ્ધપણું એવા મનુષ્યભાવ નથી ને તિરોધાન નથી, ને મનુષ્યભાવ દેખાય છે તે નટની માયાની પેઠે છે.
પ્રેમીનું હેત તો ટાંકાના ...
પ્રેમીનું હેત તો ટાંકાના પાણી જેવું છે અને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવું છે; ને પ્રેમીનું તો ભગવાન તથા સાધુને રાખવું પડે, પણ જ્ઞાનીનું રાખવું પડે નહિ.
બ્રાહ્મણનો દીકરો ...
બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કહેવાય, વાણિયાનો દીકરો વાણિયો કહેવાય તેમ આપણે પુરુષોત્તમની ઉપાસનાનો દેહ બંધાણો તે અક્ષરરૂપ થયા છીએ માટે પોતાનું સ્વરૂપ અક્ષર માનવું.
સર્વ કરતાં ભજન ...
સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે ને તે કરતાં સ્મૃતિ રાખવી તે અધિક છે ને તે કરતાં ધ્યાન કરવું તે અધિક છે ને તે કરતાં પોતાના આત્માને વિષે ભગવાનને ધારવા તે અધિક છે.
પોતાને જીવરૂપ માને ...
પોતાને જીવરૂપ માને તેમાં તો દોષ રહ્યા છે ને અક્ષરરૂપ માને તો તેમાં દોષ જ નહીં. ને અક્ષરમાં જાવું છે એમ રહે છે, પણ અક્ષર પોતાને માને ત્યારે જાવાનું ક્યાં રહ્યું ?
મોટાને વિષે સદ્ભાવ ...
મોટાને વિષે સદ્ભાવ એ જ નિર્વાસનિકપણાનો હેતુ છે ને મોટાને વિષે અસદ્ભાવ એ જ વાસનાનો હેતુ છે. અને ભગવાન ઓળખાણા, સાધુ ઓળખાણા તે સમજી રહ્યા, હવે કાંઈ ધ્રોડ કરવો નહિ.
આપણો જન્મ બે વાત...
આપણો જન્મ બે વાત સાધવા સારુ થયો છે, તેમાં એક અક્ષરરૂપ થાવું, એમાં દેહ અંતરાયરૂપ છે; ને બીજું ભગવાનમાં જોડાવું, તેમાં સંગ અનેક પ્રકારના અંતરાયરૂપ છે. એ બે ખોટ ટાળવી.
આપણો જન્મ બે વાત...
આપણો જન્મ બે વાત સાધવા સારુ થયો છે, તેમાં એક અક્ષરરૂપ થાવું, એમાં દેહ અંતરાયરૂપ છે; ને બીજું ભગવાનમાં જોડાવું, તેમાં સંગ અનેક પ્રકારના અંતરાયરૂપ છે. એ બે ખોટ ટાળવી.
ત્રણ જણ સુખિયા : ...
ત્રણ જણ સુખિયા : એક તો મોટા સાધુ કહે તેમ કરે તે, તથા મનનું કહ્યું ન માને તે જ્ઞાની, તથા કાંઈ જોઈએ નહીં તે, આશા હિ પરમં દુઃખં નૈરાશ્યં પરમં સુખમ્ – એ ત્રણ સુખિયા છે.
નિત્યે લાખ રૂપિયા ...
નિત્યે લાખ રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે; ને સૂતો સૂતો ખાય પણ ભગવાનના ભક્તનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું, એવો મારો સ્વભાવ છે.
સ્વરૂપનિષ્ઠા છે ને ...
સ્વરૂપનિષ્ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે, ને બીજાં સાધન તો જાનને ઠેકાણે છે. ને વળી સમજણ છે એ તો બસેં બખતરિયાને ઠેકાણે છે ને વિષય છે એ તો એક બહારવટિયાને ઠેકાણે છે.
કેટલીક કસર ત્યાગ–વૈરાગ્યથી...
કેટલીક કસર ત્યાગ–વૈરાગ્યથી ટળશે ને કેટલીક કસર જ્ઞાને કરીને ટળશે ને કેટલીક કસર ભક્તિ કરાવીને ટળાવશું ને બાકી છેલ્લી વારે રોગ પ્રેરીને પણ શુદ્ધ કરવા છે પણ કસર રહેવા દેવી નથી.
દેહ પડી ગયો એટલે શું થયું ? ...
દેહ પડી ગયો એટલે શું થયું ? પણ જીવ ક્યાં મરે છે ? એ તો સાધુ થાવું ને સાધુતા શીખવી ને સ્વભાવ મૂકવા એ કરવાનું છે, પણ મરી ગયા એટલે થઈ રહ્યું ને કરવું બાકી ન રહ્યું, એમ ન સમજવું.
ગામને ગઢ હોય...
ગામને ગઢ હોય તેમ આપણે પંચવર્તમાનરૂપી ગઢ છે ને તેમાં થાણાને ઠેકાણે નિયમ છે, ને જેમ થાણું ગઢને સાચવે તેમ નિયમ વર્તમાનને સાચવે છે માટે જેટલા નિયમ મોળા પડે એટલા ફાંકાં પડ્યાં જાણવાં.
ધ્યાની, પ્રેમી એ...
ધ્યાની, પ્રેમી એ સર્વથી જ્ઞાની શ્રેષ્ઠ, પ્રેમી કેટલાક જાતા રહ્યા, ત્યાગી જાતા રહ્યા, ધ્યાની જાતા રહ્યા, એવા કેટલાંક અંગવાળા જાતા રહ્યા ને જેણે મોટા સાધુ સાથે જીવ બાંધેલા તે ટક્યા.
કામાદિક દોષ છે તે ...
કામાદિક દોષ છે તે જેમ જેમ ભગવાનની આજ્ઞામાં વર્તે તેમ તેમ મોળા પડે, પણ બીજરૂપે તો રહે; તે મોટાની દૃષ્ટિ થાય ત્યારે તે બીજ નાશ પામે છે. ને મોટાની દૃષ્ટિ પણ ગુણથી ને સેવામાંથી થાય છે.
બોટાદ જતાં રસ્તામાં વાત કરી જે, ‘જેને સુખિયું રહેવું ...
બોટાદ જતાં રસ્તામાં વાત કરી જે, ‘જેને સુખિયું રહેવું હોય તેને પોતાથી દુખિયા હોય તેને સંભારવા, પણ પોતાથી સુખિયા હોય તેના સામું જોવું નહિ, કેમ જે, સુખ તો પ્રારબ્ધને અનુસારે મળ્યું છે.’
આ સર્વે કામ મૂકીને ...
આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતું સાંભળીએ છીએ, તે એમ સમજવું જે, કરોડ કામ કરીએ છીએ. તે શું જે, જમપુરી, ચોરાસી, ગર્ભવાસ એ સર્વેને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું.
વાતું કરવાથી માખી...
વાતું કરવાથી માખીમાંથી સૂર્ય થાય ને સૂર્યમાંથી માખી થાય, જો વાત કરતાં આવડે તો. ‘વાતન કી વાત બડી કરામત હે.’ આ સર્વે સત્સંગ વાતે કરીને કરાવ્યો છે, ને આ સર્વે વાતે કરીને છે બીજું કાંઈ નથી.
એક તો ભગવાનની આજ્ઞા ...
એક તો ભગવાનની આજ્ઞા પાળવી અને બીજું સંતનું સ્વરૂપ સમજવું અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવું, એ ત્રણ વાતમાં ભગવાન રાજી, રાજી ને રાજી છે; ને તેને ધન્ય છે, ધન્ય છે ને ધન્ય છે. એ ત્રણ વાત રાખવી.
ભગવાને કહ્યું છે જે, “જેવો હું સત્સંગે ...
ભગવાને કહ્યું છે જે, “જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ નથી થાતો.” તે સત્સંગ શું જે, ‘મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ છે.’
સંસારમાં સુખ જેવું જણાય છે ...
સંસારમાં સુખ જેવું જણાય છે પણ તેમાં તો દુઃખ છે. જેમ શેરડીના સાંઠામાં ઇયળ પડે તે સુખ માને છે, પણ ચિચોડામાં ભૂકા નીસરશે. ને કાગડાને શ્રદ્ધના સોળ દિવસનું સુખ ને પછી બંધૂકની ગોળિયું ખાવાની છે તેમ.
આ સૂર્યને જેમ કોઈની ...
આ સૂર્યને જેમ કોઈની બરાબર કહેવાય નહીં, તેમ આ ભગવાનને પણ કોઈની ઉપમા દેવાય નહીં. ને આગળ અનંત અવતાર થઈ ગયા ને વળી અનંત અવતાર થાશે, તે સર્વે આ ભગવાનનું દીધું કણેથું ખાય છે ને એની આજ્ઞામાં વર્તે છે.
જ્યાં સુધી પોતાને પુરુષ ...
જ્યાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી તેને સ્ત્રી જોઈશે ને જ્યાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યાં સુધી તેને પુરુષ જોઈશે, ને ગમે ત્યાં જાશે પણ એમ રહેશે. માટે કહ્યું છે જે, બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી.
ચાર ઘાંટિયું છે તેને ઓળંગવી...
ચાર ઘાંટિયું છે તેને ઓળંગવી એ કરવાનું છે; તેમાં એક તો, ભગવાનની ઉપાસના સમજવી; બીજું, સાધુ ઓળખવા; ત્રીજું, દેહ–આત્મા જુદા સમજવા; ને ચોથું, ઉત્તમ ભોગમાંથી રાગ ટાળવો; તે કરવું. તેમાં સર્વેનું કારણ સાધુ છે.
હીરો છે તે કોઈ રીતે...
હીરો છે તે કોઈ રીતે ફૂટે નહિ પણ તે માંકડના લોહીથી ફૂટે. તેમ વાસના કોઈ રીતે ટળે નહિ પણ મોટા કહે તેમ કરે, તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે તો તેથી ટળે; નીકર સાધન તો સૌભરિ આદિકનાં કેવાં ? તોપણ વાસના ટળી નહિ.
આપણામાં ત્યાગ બહુ શોભે...
આપણામાં ત્યાગ બહુ શોભે પણ તેમાંય વિઘ્ન છે, ને ભક્તિ બહુ શોભે પણ તેમાંય વિઘ્ન છે, ને આત્મનિષ્ઠામાંય વિઘ્ન છે; પણ જેણે મોટા સાધુને મન સોંપ્યું છે તેમાં વિઘ્ન નથી. તે ઉપર કેટલાકને વિઘ્ન થયાં તેનાં નામ લીધાં.
આપણને ભગવાન તથા સાધુ મળ્યા છે ને ...
આપણને ભગવાન તથા સાધુ મળ્યા છે ને ઓળખાણા છે તેથી કાંઈ કરવું રહ્યું નથી, પણ શાંતિ થાતી નથી તેનું કારણ એ છે જે, વિષયમાં રાગ છે જે મનનું ધાર્યું કરવું તથા આજ્ઞા લોપાય તથા અજ્ઞાન એ ત્રણે કરીને શાંતિ થાતી નથી.
ભગવાન તો પોતાના ...
ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. કેની પેઠે ? તો જેમ પાંપણ આંખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાંની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષામાં છે, તેમ જ ભગવાન આપણી રક્ષામાં છે.
કરોડ રૂપિયા ખરચતાં પણ...
કરોડ રૂપિયા ખરચતાં પણ આવા સાધુ મળે નહિ ને કરોડ રૂપિયા દેતાં પણ આ વાતું મળે નહિ ને કરોડ રૂપિયા આપતાં પણ મનુષ્યદેહ મળે નહિ; ને આપણે પણ કરોડ જન્મ ધર્યા છે, પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી. નીકર શું કરવા દેહ ધરવો પડે ?
કોઈક માણસનું કોઈકે ...
કોઈક માણસનું કોઈકે જરાક રાખ્યું હોય તો તે પણ નથી ભૂલતું, તો ભગવાનને અર્થે આપણે કાંઈક કર્યું હોય કે કરીએ તો તે કેમ ભૂલે ? એ ભગવાન તો કાંઈ ભૂલે એવા નથી. ને ભગવાનની દયા તો અપાર છે ને સર્વ ઠેકાણે ત્યાંથી જ દયા આવી છે.
આપણે જ્ઞાન શીખતાં ...
આપણે જ્ઞાન શીખતાં તો આવડે જ નહીં ને વૈરાગ્ય તો છે જ નહીં. માટે હું ભગવાનનો ને એ મારા, એમ માનવું. ને હેત તો પંદર આના સ્ત્રીમાં છે ને એક આનો અમારામાં છે, ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે સમર્થ છે તે કલ્યાણ કરે, એ એની મોટાઈ છે.
આ સત્સંગમાં ને મંદિરમાં ...
આ સત્સંગમાં ને મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય છે, તેમાં કેટલાક તો માંહી રહ્યા થકા શત્રુ છે, ને કેટલાક પિતરાઈ ને દાડિયા જેવા છે, ને સાથી જેવા છે, મહેમાન જેવા છે, સગા જેવા છે, દીકરા જેવા છે ને કેટલાક તો ધણી જેવા છે; એટલા ભેદ છે.
સત્સંગમાંથી પડાય નહિ ...
સત્સંગમાંથી પડાય નહિ તે વાત મહારાજે કહી જે, સર્વ સાધુ સત્સંગી સાથે જીવ બાંધે તો ન પડે, એમ કહીને પછી તો ઓછા ઓછા કહેતાં છેલ્લી વારે કહે, ‘બે સારા સાધુ તથા ચાર સત્સંગી સાથે જીવ બાંધ્યો હોય તો ન પડે ને તે વિના તો દેશકાળે પડે ખરો.’
સ્વામિનારાયણ નામના મંત્ર ...
સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળિયો નથી ને એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે ને એ મંત્રે વિષય ઊડી જાય છે, બ્રહ્મરૂપ થાય છે ને કાળ, કર્મ, માયાનું બંધન છૂટી જાય છે, એવો બહુ બળિયો એ મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું.
વરતાલમાં વાત કરી જે, ‘બીજું કાંઈ કરવાનું નથી...
વરતાલમાં વાત કરી જે, ‘બીજું કાંઈ કરવાનું નથી, એના થઈને એને જીવ સોંપી દેવો, એટલે બધુંય કરી રહ્યા છીએ. અને અક્ષરધામમાં મહારાજ આમ ને આમ ઉત્તરાદે મુખારવિંદે બેઠા છે,’ એમ વાત કરીને પગના અંગૂઠાથી તે શિખા પર્યંત હાથની આંગળીએ કરીને બતાવ્યું.
દિવ્યભાવ ને મનુષ્યભાવ એ ...
દિવ્યભાવ ને મનુષ્યભાવ એ બેને એક સમજે તે માયાને તરી રહ્યો છે, ને એ જ માયા છે તે જાણવી, ને એમ ન જાણે તો પ્રથમ પ્રતાપ દેખાડે ત્યારે આનંદ થાય, ને રુએ ત્યારે મૂંઝવણ થાય. ને દિવ્યભાવ–મનુષ્યભાવ એક સમજે તેને કયું સાધન કરવાનું બાકી છે ? કાંઈ પણ નથી.
ભગવાનને સંભારીને જે જે ...
ભગવાનને સંભારીને જે જે ક્રિયા કરે છે તોપણ તે નથી કરતા ને તે અકર્તા છે, ને તે વિના તો બેઠો છે તોપણ કર્તા છે. અને ભગવાનને સંભારીને ખાય છે, બોલે છે, જુએ છે, સૂએ છે, ચાલે છે, ઇત્યાદિક જે જે ક્રિયા કરે છે તોપણ તે કાંઈ કરતો નથી ને તે તો અકર્તા છે.
ઓહો ! માણસ બધાં આ થાંભલાનાં ...
ઓહો ! માણસ બધાં આ થાંભલાનાં દર્શન કરે છે; પણ કોઈ સાધુનાં નથી કરતાં. ને કોટિ વાતની એક વાત જે, જે દિવસ ભગવાનને ને આ સાધુને નમશે તે દી જ છૂટકો થવાનો. ને જે દી અખંડ ભજન કરશે ને જે દી દોષ મૂકશે તે દી જ ભગવાનના ધામમાં રે’વાશે. કરોડ વાતની એ જ એક વાત છે.
જેમ નાતનો, નામનો ને ...
જેમ નાતનો, નામનો ને ગામનો નિશ્ચય થયો છે, તેમ જ એવો અભ્યાસ કરે જે, ‘હું આત્મા છું, બ્રહ્મ છું, સુખરૂપ છું ને ભગવાનનો ભક્ત છું, પણ દેહ તે હું નહિ;’ એમ કરે તો તે પણ થાય. ને આ દેહ આપણને નિત્યે નરક ચૂંથાવે છે એથી ભૂંડું શું ? પણ જ્ઞાન વિના તેની ગમ નથી.
અંતરમાં ટાઢું રહ્યા ...
અંતરમાં ટાઢું રહ્યા કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે : એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વકર્તા સમજવા ને તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે જે, દાસના દુશ્મન હરિ કે’દી હોય નહિ, જેમ કરશે તેમ સુખ જ થાશે.
તપ કરીને બળી ...
તપ કરીને બળી જાય તોપણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે ને હિંડોળા–ખાટમાં સૂઈ રહે ને દૂધ–સાકર ને ચોખા જમે ને સેવાના કરનારા ને રળનારા બીજા હોય તોપણ તેને અંતસમે વિમાનમાં બેસારીને ભગવાન તેડી જાય, જો ભગવાનનો દૃઢ આશરો હોય તો. માટે મોક્ષનું કારણ આશરો છે.
મહાપ્રલયના અગ્નિમાં ...
મહાપ્રલયના અગ્નિમાં પણ વાસના બળી નહિ. તે વાસના તો કારણ શરીરરૂપ જે માયા તે છે. તેને ટાળવાનું કારણ તો એ છે જે, એક તો ભગવાનની ઉપાસના ને બીજી આજ્ઞા, તે શિક્ષાપત્રીમાં કહ્યું છે જે, ‘નિજાત્માનં બ્રહ્મરૂપં’ એમ માનવું, એ આજ્ઞા છે. તે એ વચનમાં મહારાજે સૌને એકાંતિક કરી મૂક્યા.
કેશવજીવનદાસજીએ સ્વામીને કહ્યું કે, ‘પ્રાગજી વગેરે ...
કેશવજીવનદાસજીએ સ્વામીને કહ્યું કે, ‘પ્રાગજી વગેરે તમને ‘મૂળ અક્ષર’ કહે છે તે મને સમજાતું નથી ને હું વિશ્વાસી છું તે જેમ હોય તેમ કહો.’ ત્યારે સ્વામી કહે : ‘હું અક્ષર છું એમ તું જાણ ને બીજો અક્ષર હશે તો મારે ને તેને પંચાત્ય છે. તું મારો વિશ્વાસ રાખ્ય.’ એમ બે–ત્રણ વખત કહ્યું.
મહારાજે અનંત પ્રકારની વાતું ...
મહારાજે અનંત પ્રકારની વાતું જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવી છે; પણ તેમાં ચાર વાતું છે તે તો જીવનું જીવન છે. તે શું ? તો એક તો મહારાજની ઉપાસના ને બીજી મહારાજની આજ્ઞા ને ત્રીજી મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ ને ચોથું ભગવદી સાથે સુહૃદપણું, એ ચાર વાતું તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહિ.
જીવને ચાર ઘાંટી ...
જીવને ચાર ઘાંટી મેં વિચારી રાખી છે. તેમાં એક તો પુરુષોત્તમ જાણવા, બીજી સાધુ ઓળખવા, ત્રીજી પંચવિષયમાંથી પ્રીતિ ઉખેડવી ને ચોથી આ જીવ ને દેહ એક થઈ ગયો છે તેથી આત્મા નોખો સમજવો. તે એ ચાર ઘાંટી જબરી છે. તેમાં બેનું કામ ભારે છે. એક તો પંચવિષયમાંથી પ્રીતિ ઉખેડવી ને બીજી દેહથી જીવ નોખો જાણવો એ.
લખવું, ભણવું તે તો....
લખવું, ભણવું તે તો ઠીક છે ને ભક્તિનું કાંઈ સરું આવતું નથી, પણ નિયમ રાખી બબ્બે ઘડી આત્મા–અનાત્માનો વિવેક કરવા માંડે ને બબ્બે ઘડી રટણ કરે ને બબ્બે ઘડી વૃત્તિઓ રૂંધીને બંધ કરે ને બબ્બે ઘડી ભક્તિ કરે તો એમ જણાય જે, જીવ વૃદ્ધિ પામે છે તો ખરો, ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે.
આ દેહ હાડકાંનો, સ્ત્રીનો દેહ ...
આ દેહ હાડકાંનો, સ્ત્રીનો દેહ પણ હાડકાંનો ને છોકરાંનો પણ હાડકાંનો, એમાં કાંઈયે માલ નથી. ને ચૂનો એ ધોળી ધૂડ્ય ને આ બીજી અમથી ધૂડ. દેહ ધૂડનો, રૂપિયા ધૂડના, કુટુંબી ધૂડનાં, ખાવું ધૂડનું, ખોરડાં ધૂડનાં એમ છે. ને એમાં જીવ માલ માનીને ચોંટ્યો છે. પણ કાળ ખાઈ જાશે. માટે ભગવાન ભજી લેવા, બાકી બધું ધૂડનું છે.
મોટાની આજ્ઞાએ કરીને કરવું, ...
મોટાની આજ્ઞાએ કરીને કરવું, તે તો જેમ ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી એવું છે. ને મનનું ગમતું કરવું તે તો કાર્તિક સ્વામીની પેઠે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેવું છે. માટે આજ્ઞાએ થોડું કરે તોપણ ઘણું થાય છે. ને મનગમતું ઝાઝું કરે તોપણ થોડું થાય છે. અને જે આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય એવી આજ્ઞામાં તો ઘટે એમ કરવું.
આપણને તો ભગવાન ...
આપણને તો ભગવાન મળ્યા છે તે પોતાને અક્ષર માનવું, એમ બોલ્યા. તે વાત ઉપર પ્રશ્ન પૂછ્યો જે, ‘વિષય પરાભવ પમાડતા હોય ને અક્ષર કેમ માનવું ?’ ત્યારે ઉત્તર કર્યો જે, ‘વિષય તો દેહના ભાવ છે તે એક પડખે રહ્યા છે, તોપણ અક્ષર માનવું, પણ આત્માને નરકનો કીડો માનવો નહિ ને આપણે તો જેમ વામનજી ભેળી લાકડી વધી તેમ વધતા જઈએ છીએ.’
આ તે કાંઈ વાતું છે ? ...
આ તે કાંઈ વાતું છે ? આ તો અમૃત છે ! તે દેવલોકમાં અમૃત પીવા જીવ જાય છે પણ આંહીં પીવા નવરો નહીં. આ તો પ્રાપ્તિનોય પાર નહીં, ને જીવમાં ખોટનોય પાર નહીં. ઓહો ! આ મહારાજ પુરુષોત્તમ ને આ સાધુ એ કોઈ દી આવ્યા નથી ને આવશે પણ નહીં, ને એ પુરુષોત્તમનું દીધું ઐશ્વર્ય બીજા અનંત અવતારાદિક પામ્યા છે, એમાં બધુંયે આવી ગયું.
આ વાતુંમાંથી તો બ્રહ્મરૂપ...
આ વાતુંમાંથી તો બ્રહ્મરૂપ થવાશે ને બાળ, જોબન ને વૃદ્ધ એ ત્રણ પ્રકારની સ્ત્રિયું, ને કચરો ને કંચન એ સર્વે સરખું થઈ જાશે ને કાંઈ દીઠું નહિ ગમે એવું થાશે. ત્યારે કહેશો જે, વાતું સાંભળીએ છીએ ને કેમ થાતું નથી ? તે તો આજ આંબો વાવે ને કાલે કેરી કેમ થાય ? પણ એ જ આંબો દસ વરસનો થાય ત્યારે એમાંથી કેરિયું થાય છે. એમ થાવાનું છે.
આજ્ઞામાં રહે ને છેટે છે ...
આજ્ઞામાં રહે ને છેટે છે તોપણ અમારા ઢોલિયાની પાસે છે ને આજ્ઞા નથી પાળતો તે પાસે છે તોપણ છેટો છે. ને ગમે તેવો જ્ઞાની હશે, હેતવાળો હશે ને મોટેરો હશે પણ આજ્ઞા લોપે તો સત્સંગમાં ન રહેવાય. ત્યાં દૃષ્ટાંત દીધું જે, પતંગ ઉડાડવાથી છેટો ગયો છે પણ દોરી હાથમાં છે તો સમીપમાં જ છે. તેમ આજ્ઞારૂપી દોરી હાથમાં છે તો મહારાજની પાસે જ છે.
પ્રગટ ભગવાન વિના ...
પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે પણ કલ્યાણ ન થાય અને પ્રગટ ભગવાન ને આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ રાખે તો કલ્યાણ થાય. ને આજ તો મોજ આપી છે તે મોજનું મૂલ હોય નહિ. માટે અગિયાર નિયમ પાળવા ને મહારાજને ભગવાન પુરુષોત્તમ, સર્વના કારણ સમજવા. એવી જ્ઞાનની દૃઢતા કરવી, તેને કાંઈ કરવું રહ્યું નથી. ભજન ઓછું થાશે, તીર્થ ઓછાં થાશે, તેની ફિકર નથી.
મહારાજે અનેક પ્રકારનાં સાધન, ...
મહારાજે અનેક પ્રકારનાં સાધન, નિયમ બતાવ્યાં છે તેમાં મુખ્ય બ્રહ્મચર્ય છે; અને મહારાજનો અવતાર થયો છે તે તો મૂળ અજ્ઞાનનો નાશ કરવાને અર્થે થયો છે, તે અનેક પ્રકારથી ફેરવીને એ વાત સમજાવશે. તે મૂળ અજ્ઞાન શું, ત્રણ દેહથી જુદું પોતાનું સ્વરૂપ ન સમજે ને ભક્તિ કરે, એ જ છે. ને આ વાત કરોડ જન્મ ધર્યે પણ સમજાય નહિ, મોટા સાધુ સમજાવે ત્યારે સમજાય.
ચાર વાતમાં સુખ છે. ...
ચાર વાતમાં સુખ છે. તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ, ત્રીજું સદ્વિચાર ને ચોથું તો જીવે વિષયનું સુખ માન્યું છે એ તો દુઃખરૂપ છે; ને સુખ તો ત્રણ વાતમાં જ છે. ને વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટાએ કલમ મૂકી જ નથી ને આત્મા રૂપે વર્તવું એ તો દેશ જ નોખો છે. તેમાં કામાદિક દોષ જ નથી, જેમ ગુજરાત દેશમાં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે તેમ.
ભગવાનના ભક્તના ગુણ ...
ભગવાનના ભક્તના ગુણ કહેવા; તેમાંથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય, ને એમાં દાખડો કાંઈ પણ ન મળે, એમ કરવાનું કહ્યું, પણ ફલાણો આવો ને ફલાણો આવો, એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા ને તેનું આપણે શું કામ છે ? ને કોઈને નહિ સમજાતું હોય તો વળી આગળ સમજાશે; તેની શી ઉતાવળ છે ? ને ક્યાં ભાગી જાય એમ છે ? પણ કોઈના દોષ ન કહેવા. તેમાં લવા ને બાદશાહની દાઢીનું દૃષ્ટાંત2 દીધું, તે મુખ્ય માથે લેવું.
સ્વામીએ એક બાવળિયા ...
સ્વામીએ એક બાવળિયા સામું જોઈને કહ્યું જે, ‘જેમ રેતીએ કરીને આ બાવળિયો સોરાઈ ગયો છે, પણ તે લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે, તેના જળે કરીને લીલો પલ્લવ થાતો નથી, કેમ જે, રેતીએ કરીને સોરાઈ ગયો છે; તેમ જ વિષયે કરીને તો જીવ સોરાઈ જાય છે, પણ મીઠા જળના મહાસમુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને લીલો પલ્લવ થાતો નથી. ને લોક, ભોગ ને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઈ ગયા છે, એમ પ્રત્યક્ષ દેખાય છે.
વરતાલમાં આંબા હેઠે ...
વરતાલમાં આંબા હેઠે ચાર પાટીદારે મહારાજને કહ્યું જે, ‘મહારાજ ! તમારાં ચરણારવિંદ સામું જોઈએ છીએ તો તમે પુરુષોત્તમ જણાઓ છો ને તમારા શરીર સામું જોઈએ છીએ તો તમે મનુષ્ય જેવા જણાઓ છો.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘વૈરાટ બ્રહ્મા છે તેણે તેનાં પચાસ વરસ ને દોઢ પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી આ ચરણારવિંદની સ્તુતિ કરી, ત્યારે આ બે ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યાં છે, પછી તમારે તો સૂઝે એમ સમજાય.’
ત્યાગ, વૈરાગ્ય, નિયમ ....
ત્યાગ, વૈરાગ્ય, નિયમ ને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા જે, ‘ત્યાગ, વૈરાગ્યને શું કરવા છે ? ગમે એવો જીવ હશે પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે ને તે વિના તો ગમે તેટલી ભક્તિ કરે તોપણ શું ? ને કૃપાએ કરી અખંડ મૂર્તિ દેખે તોપણ શું ? માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. તે સત્સંગ તો રાત્રિપ્રલય સુધી કરશું ત્યારે થાશે, પછી તેને દેશકાળ નહિ લાગે એવો સત્સંગ કરવો છે.’
કથા કરે, કીર્તન કરે...
કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ ‘આ દેહ હું નહિ,’ એમ માને નહિ. માટે આઠે પહોર ભજન કરવું જે, ‘હું દેહ નથી ને દેહમાં રહ્યો એવો જે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું ને મારે વિષે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે. તે કેવા છે ? તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે ને સર્વ થકી પર છે; તે પ્રગટ આ મને મળ્યા તે છે.’ આ વાતમાં સાંખ્ય ને યોગ બેય આવી રહ્યાં.
ધર્મ રાખીને પ્રભુ ભજવા...
ધર્મ રાખીને પ્રભુ ભજવા અને મોટો અન્નકૂટ કર્યો ત્યારે ભક્તિમાતાએ પ્રત્યક્ષ દર્શન આપ્યાં. ત્યારે બાઇયું કહે, ‘મહારાજ ! આ ભક્તિમાતા આવ્યાં છે.’ ત્યારે કહે, ‘રાખો ને જાઓ કહો જે, રહેશો ?’ પછી એમ કહ્યું એટલે કહે, ‘હું તો પતિવ્રતા છું, તે જો ધર્મ રાખો તો હું રહું.’ પછી મહારાજ કહે, ‘જો ધર્મ રાખશો તો ભક્તિ રહેશે.’ માટે આપણે પણ સૌ ત્યાગી, ગૃહસ્થ જો ધર્મ રાખશું તો ભક્તિ રહેશે, એમ સિદ્ધાંત છે.
મોટા સંતનો સમાગમ ...
મોટા સંતનો સમાગમ કરવાનો મહિમા કહ્યો જે, ‘રોટલા ખાવા મળે છે પણ કદાચ તે ન મળે તો રાંધેલું અન્ન માગી ખાઈને પણ આ સાધુનો સમાગમ કરીએ, નીકર કાચા દાણા ખાઈને પણ સમાગમ કરીએ, નીકર ઉપવાસ કરીને પણ સમાગમ કરીએ, અથવા લીંબડો ખાઈને, નહિ તો વાયુ ભરખીને પણ આ સમાગમ કર્યા જેવો છે. અને જેને કોઈક કામનો કરનારો હોય કે જેને રોટલા ખાવા મળતા હોય, તે જો આ સમાગમ નહિ કરે તો તેને તો બહુ ખોટ જાશે.’ એમ ઘણીક વાર્તા કરી.
જે જે લખ્યું તે વાંચ્યું નહિ...
જે જે લખ્યું તે વાંચ્યું નહિ, તો તે લખ્યું તે ન લખ્યું; ને કદાપિ વાંચ્યું પણ તેમાં શરત ન રાખી, તો તે વાંચ્યું તે ન વાંચ્યું. ને કદાપિ શરત રાખી પણ તેમ કરવાને માર્ગે ન ચલાય, તોપણ શું ? માટે રજ, તમ ન હોય ને સત્ત્વની પ્રવૃત્તિ હોય ત્યારે સ્થિર થઈને સ્થિર મને વાંચીને મનનો તપાસ કરવો, તો તે સમાસ કરે. તે મનના તપાસનું કહ્યું છે જે, શબ્દ સર્વે જુદા જુદા પોતાના ઉરમાં લેવા ને તપાસવા; ને એમ થાય છે કે નહિ, તેનો તપાસ કરીને એમ જ કરવું.
સાંખ્યવિચાર કરવાની ...
સાંખ્યવિચાર કરવાની બહુ વાત કરી. તે સાંખ્યવિચાર તો નિત્ય નિયમ રાખીને કરવો, ને સાંખ્ય વિના તો અરધો સત્સંગ કહેવાય, ને સાંખ્ય વિના સુખ થાય નહિ, ને સાંખ્ય છે તે તો આંખ છે, ને આંખે કરીને સર્વે દેખાય. દત્તાત્રેય સાંખ્યવાળા ને સુખિયા રહેતા. માટે સાંખ્યવિચાર કરવા માંડે તો આવડે ને ધીરે ધીરે સિદ્ધ થાય. તેમાં સાંખ્ય શું જે, આ લોક, ભોગ, સર્વે ખોટું છે; ને આત્મા છે તે સત્ય છે ને આકાશ સરખો નિર્લેપ છે; ને દેહ, ઇન્દ્રિયું, અંતઃકરણ અસંગી છે.
એમ કહીને બોલ્યા જે, ‘જ્યારે જ્યારે આ માર્ગે ...
એમ કહીને બોલ્યા જે, ‘જ્યારે જ્યારે આ માર્ગે ચાલીએ છીએ ત્યારે ત્યારે ભગવાન સાંભરી આવે છે; કેમ જે, મોટા મોટા સાધુ ને મહારાજ બહુ ચાલ્યા છે.’ ત્યારે કાશીરામે પૂછ્યું જે, ‘જેને મહારાજનાં દર્શન થયાં હોય તેને તો સાંભરે, પણ જેને મહારાજનાં દર્શન ન થયાં હોય તેને શું સાંભરે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘આપણે ક્યાં પરોક્ષ છે ? આપણે તો પ્રત્યક્ષ છે; તે દર્શન દે છે, વાતું કરે છે, એવી રીતે બહુ સુખ આપે છે; પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સમજાય નહિ, એ સિદ્ધાંત વાત છે.’
સ્વામીએ કલ્યાણભાઈ આગળ...
સ્વામીએ કલ્યાણભાઈ આગળ વાત કરી જે, ‘આજ સત્સંગનો મહિમા તો મુખ થકી કહેવાય નહિ ને જો કહીએ તો માન્યામાં આવે નહિ.’ ત્યારે કલ્યાણભાઈએ કહ્યું જે, ‘સત્સંગનો મહિમા તો બહુ છે.’ ત્યારે બોલ્યા જે, ‘પૂર્વે મોટા મોટા અવતાર થઈ ગયા છે, તે કરતાં તો આ સત્સંગીનાં છોકરાં સામું જોઈએ છીએ ત્યાં તો કરોડ કરોડ ગણું અધિક દૈવત જણાય છે; તો મોટા મોટા હરિભક્ત ને મોટા મોટા સાધુ અને મહારાજનો મહિમા તો કહેવાય જ કેમ ?’ તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે, ‘હું મારા મહિમાના પારને પામતો નથી, તો બીજા તો પામશે જ કેમ ?’
લાખ મણ લોઢાની લોઢી ...
લાખ મણ લોઢાની લોઢી ધગી હોય તેના ઉપર એક–બે પાણીના ઘડા ઢોળીએ તેણે કરીને ઠરે નહિ. ને ઠારવી હોય તો ગંગાના ધરામાં લઈને નાખીએ તો દસ–પંદર દિવસ સુધી તો હવેલી જેવડી છોળ્યું ઊછળે ત્યારે માંડ માંડ ઠરે. તેમ પંચવિષયે કરીને તો જીવ ધગી જાય છે, તેને એક–બે દિવસ રહીને જાણે જે, ટાઢો કરી જાઉં; એમ ટાઢો થાય નહિ. ને જેને ટાઢો કરવો હોય તેને તો દસ–પંદર દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઊતરે ત્યારે વાત માંહિ પેસે; પછી ટાઢું થાય છે અને સાધુ પાસે કોણ આવે છે ? ને જે સાધુ પાસે આવે છે તેને તો કોઈ વાતની કસર રહે જ નહિ.
જીવ સામું જોઈએ તો મુમુક્ષુતા ...
જીવ સામું જોઈએ તો મુમુક્ષુતા તો જાણીએ છે જ નહિ ને જે મુમુક્ષુ હોય તેને તો ભગવાન કે ભગવાનના સાધુ તે વિના સુખ કે શાંતિ થાય જ નહિ, જેમ સમુદ્રમાં છીપ રહે છે પણ તેને સમુદ્રનું પાણી ખપતું નથી, તે તો જ્યારે સ્વાંતનાં બુંદ પડે છે, ત્યારે જે ઠેકીને ગ્રહણ કરે છે તે મોતી લાખ રૂપિયાનું થાય છે; ને જે મંદ શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરે છે તે તો અધલાખનું થાય છે; ને જે પડ્યું ગ્રહણ કરે છે તે તો ફટકિયું થાય છે; તેમ જ મુમુક્ષુ હોય તે જો શ્રદ્ધાએ કરીને આ સત્પુરુષનો મન, કર્મ, વચને સંગ કરે છે તો તે બ્રહ્મરૂપ થાય છે.
એક દિવસ સ્વામી સૂતા હતા ...
એક દિવસ સ્વામી સૂતા હતા તે બેઠા થઈને પ્રશ્ન પૂછ્યો જે, ‘સારામાં સારું તે શું છે ને ભૂંડામાં ભૂંડું તે શું છે ?’ ત્યારે કોઈ બોલ્યા નહિ. ત્યારે સ્વામી બોલ્યા જે, ‘સારામાં સારું તો આ ભગવાન ને આ સાધુનો સંબંધ થયો છે તેથી કાંઈ સારું નથી ને તેથી કાંઈ સારું સમજવાનું નથી ને ભૂંડામાં ભૂંડું શું છે ? તો આ સાધુને વિષે મનુષ્યભાવ આવે છે તેથી બીજું કાંઈ ભૂંડું નથી. અને તે મનુષ્યભાવ તે શેણે કરીને આવે છે તો લોક, ભોગ, દેહ ને ચોથો પક્ષપાત તેણે કરીને મનુષ્યભાવ આવે છે. તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું તો પંચવિષયે કરીને પણ નથી થાતું.’
ઉપાસના ચોખ્ખી સમજવી...
ઉપાસના ચોખ્ખી સમજવી ને મહારાજનું સર્વકારણપણું સમજવું. ને પૂર્વના અવતાર કરતાં આજ તો સાધુ, સત્સંગીમાં ઘણું સામર્થ્ય છે. ને પુરુષોત્તમના ભક્તમાં ને બીજા અવતારના ભક્તમાં કેમ ભેદ છે ? તો જેમ હાથણી વિયાય ત્યારે તેને ભેંસ જેવડું બચ્ચું આવે ને જૂ વિયાય ત્યારે તેને લીખ આવે, એમ ભેદ છે. ને વળી જેમ વડનું ઝાડ ને તુવેરનું ઝાડ એમ ભેદ છે. વળી, મહારાજ કહેતા જે, શ્રીકૃષ્ણે તો અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એવાં નામ પાડ્યાં. ને અમે તો નિત્યાનંદ, નિર્ગુણાનંદ ને અક્ષરાનંદ એવાં નામ પાડ્યાં. વળી, જેમ દિલ્હીના બાદશાહનું નામ શેરખાં ને બીજા કોઈકનું નામ શેરખાં; એમ અવતારમાં ભેદ છે.
સંત કહે તેમ કરવું તે ...
સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે ને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે, ને મનગમતું કરતો હોય ને તે ત્યાગ રાખતો હોય ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય, તોપણ તે ન્યૂન છે ને તેને કોઈક દિવસ વિઘ્ન છે. અને જે ત્રણ ટાણાં ખાતો હોય ને આળસુ હોય ને ઊંઘતો હોય એવી રીતના દોષે યુક્ત હોય, પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે. ને સંત કહે એમ કરવું એ નિર્ગુણ છે ને મનગમતું કરવું એ સગુણ છે. ને આ ત્યાગી બેઠા છે તેમાં પણ અર્ધા તો મનગમતું કરતા હશે ને ગૃહસ્થ પણ કેટલાક મનનું ધાર્યું કરે છે, પણ જેનું દસ જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય, પણ એકનું કહ્યું પ્રમાણ નહિ.